નવી દિલ્હી: જનરલ બિપિન રાવત (Bipin Rawat) ને દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) નિયુક્ત કરવામાં આવ્યાં. આજે પહેલી જાન્યુઆરી 2020થી તેમણે CDS પદની જવાબદારી સંભાળી લીધી છે. પદભાર સંભાળતા પહેલા જનરલ બિપિન રાવત નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ સાઉથ બ્લોકમાં ત્રણેય સેનાઓએ તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી જવાબદારી સંભાળ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા નજરલ રાવતે કહ્યું કે સીડીએસ ત્રણેય સેનાઓ પર નિયંત્રણ રાખશે. અમારે ત્રણેય સર્વિસીઝને જોડીને 3 નહીં પરંતુ 5 કે 7 બનાવવાની છે. સીડીએસને આ ટાસ્ક અપાયું છે. આ ઉપરાંત અમે રિસોર્સ મેનેજમેન્ટ ઉપર પણ ધ્યાન આપીશું. ટ્રેનિંગને કઈ રીતે આગળ લઈ જઈ શકાય તેના ઉપર પણ ધ્યાન આપી શકાય. ઈન્ટીગ્રેશન તરફ ધ્યાન આપવામાં આવશે. આગળ જે પણ ટાસ્ક મળશે તેને સક્ષમ રીતે પૂરું કરીશું. દરેક જવાબદારી નીભાવીશું. 


આગળના પ્લાન અને રાજકારણ સંલગ્ન સવાલ પર જનરલ રાવતે કહ્યું કે પ્લાન કોઈને બતાવવામાં આવતો નથી. અમે લોકો રાજકારણથી દૂર રહીએ છીએ. અમે સરકારના આદેશોનું પાલન કરીએ છીએ. આંદમાન અને નિકોબાર કમાન્ડને લઈને પૂછાયેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે એર ચીફ માર્શલ ધનોઆના રિટાયરમેન્ટ બાદ હું જોઈન્ટ ટીમનો ચીફ હતો. ત્યારથી આંદમાન નિકોબાર કમાન્ડ તેમના અન્ડરમાં ચાલી રહી છે. 


અત્રે જણાવવાનું કે સીડીએસ ફોર સ્ટાર જનરલ પદ છે અને તે રક્ષા મંત્રાલય હેઠળ આવતો એક નવો વિભાગ, ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટ્રી અફેર્સના સેક્રેટરી તરીકે કામ કરશે તથા સરકારને સૈન્ય મામલાઓ પર સલાહ આપશે. સરકારે સ્પષ્ટ કરી દીધુ કે સીડીએસ સીધી રીતે થળસેના, વાયુસેના અને જળસેનાના કમાન્ડ અને યુનિટ્સને કંટ્રોલ નહીં કરે. પરંતુ તેની હેઠળ સેનાના ત્રણેય પાંખોના જોઈન્ડ કમાન્ડ અને ડિવિઝન હશે. 


નવા સેના પ્રમુખે દેશવાસીઓને કહ્યું- 'ત્રણેય સેનાઓ પૂરેપૂરી તૈયાર, દેશ પર કોઈ આંચ આવવા દઈશું નહીં'


ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ પાસે હશે આ પાવર...
સીડીએસ ત્રણેય સેનાઓ સંબ્ધિત મામલાઓમાં રક્ષા મંત્રાલયને સલાહ સૂચનો આપશે અને તેમના પ્રધાન સૈન્ય સલાહકાર પણ હશે. અત્રે જણાવવાનું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી જાહેરાત કરતા ભારતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) નિયુક્ત કરવાની જાહેરાત કરી હતી. લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સુરક્ષાના મોરચે નવા નવા પડકારોને જોતા દેશની ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેળ માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)નું નવું પદ રચવામાં આવશે. તેમણે કહ્યું કે સીડીએસ સેનાના ત્રણેય અંગો વચ્ચે તાલમેળ સુનિશ્ચિત કરશે અને તેમને પ્રભાવી નેતૃત્વ આપશે. 


પાકને નવા આર્મી ચીફની ચેતવણી, કહ્યું- આતંકવાદનો જવાબ આપવા ભારત પાસે ઘણા વિકલ્પ


અત્રે જણાવવાનું કે નાટો (North Atlantic Treaty Organization) સાથે જોડાયેલા મોટા ભાગના દેશ આ વ્યવસ્થા હેઠળ પોતાની સેનાઓના સર્વોચ્ચ પદ પર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ નિયુક્ત કરે છે. તેમની શક્તિઓ આર્મ્ડ ફોર્સિસમાં સૌથી વધુ હોય છે. 


'3 મિત્રો'ના હાથમાં હવે દેશની સુરક્ષાની કમાન! તેમની વચ્ચે આ બાબતો છે કોમન...


ત્રણેય સેનાઓ પર રહેશે કમાન્ડ
અત્રે જણાવવાનું કે ઈન્ડિયામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ત્રણેય આર્મ્ડ ફોર્સિસ આર્મી, એરફોર્સ, નેવી માટે પ્રસ્તાવિત સંયુક્ત પ્રમુખ પદ છે. ભારતમાં કારગિલ સમીક્ષા સમિતિએ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદની ભલામણ કરી હતી. ત્યારબાદ વર્ષ 2006માં સામેલ તમામ પક્ષો પાસેથી પરામર્શ પ્રક્રિયા શરૂ કરાઈ. પછી 2017માં સુરક્ષા પર કેબિનેટ સમિટીએ સીડીએસ માટે એક પદના નિર્માણ સંબંધિત અંતિમ નિર્ણય લેવાની પ્રક્રિયા શરૂ કરી. જેની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2019ના રોજ કરી. 


ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સૈન્ય અભિયાન દરમિયાન ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેળ બેસાડવાનું કામ કરશે. જેમનો સીધો સંપર્ક રક્ષા મંત્રાલય સાથે હશે. ભારતમાં એવી વ્યવસ્થા કરાઈ છે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ પોતાના પદથી રિટાયર થયા બાદ મંજૂરી વગર ન તો  કોઈ સરકારી પદ ધારણ કરી શકશે કે ન તો કોઈ પ્રાઈવેટ સંસ્થામાં નોકરી કરી શકશે. 


આ VIDEO પણ તમે ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....